મોટા પડદા પર વધુ એક સ્ટાર કિડ્સ ની થશે એન્ટ્રી, ગ્લેમર્સના મામલા માં મોટી અભિનેત્રીઓને આપે છે ટક્કર

બોલિવૂડમાં સ્ટાર કિડ્સની એન્ટ્રી કોઈ નવી વાત નથી. આ દિવસોમાં આ સ્ટાર કિડની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થાય છે. તે બીજુ કોઈ નહીં પરંતુ બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર છે. તાજેતરમાં જ શનાયાએ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યું છે. ત્યારબાદથી તેની આ તસવીરો વાયરલ થઈ છે.
શનાયા કપૂરે તેના સોશ્યલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે તે જોઈને ચાહકો કહી રહ્યા છે કે ગ્લેમરના મામલે તે બોલિવૂડની અભિનેત્રીઓને માત આપી રહી છે.
શનાયા કપૂરે તેની ડેબ્યૂ પહેલા જ અનેક ફોટોશૂટ કરાવ્યા છે અને તેના ફોટા શેર કર્યા છે.
એવી અટકળો છે કે ટૂંક સમયમાં શનાયા કપૂર બોલિવૂડમાં પ્રવેશ કરશે.
શનાયા કપૂરના પિતા સંજય કપૂરે સોશિયલ મીડિયા દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ પબ્લિક થવાના સમાચાર આપ્યા છે. ત્યારબાદ, પદાર્પણની અટકળો વધુ તીવ્ર બની છે.
શનાયાનો આ ફોટો પણ વાયરલ થયો છે જેમાં તે ખુશી કપૂર સાથે જોવા મળી રહી છે. ખુશીની બોલિવૂડ ડેબ્યૂની જાહેરાત થઈ ગઈ છે.
શનાયા કપૂરે પણ ડેબ્યૂ પહેલા જ કામ શરૂ કરી દીધું છે. તેણે જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.
શનાયાએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગુંજન સક્સેના ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવાયેલી આ તસવીરો શેર કરી હતી..
શનાયા પણ ડેબ્યૂ કરતા પહેલા ડાન્સ કરવાનું શીખી રહી છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે.
પિતા સંજય કપૂર અને માતા મહીપ કપૂર સાથે શનાયાની આ સુંદર તસ્વીરને ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવી રહી છે.
શનાયાના મિત્રોમાં અનન્યા પાંડે, ખુશી કપૂર અને સુહાના ખાન શામેલ છે. આ ત્રણેય ઘણીવાર સાથે નજર આવે છે.
થોડા દિવસો પહેલા ખુશી કપૂરની પહેલી ફિલ્મની ઘોષણા થઈ છે. હવે એક ચર્ચા છે કે શનાયા પણ તૈયાર છે અને તેની ફિલ્મની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
જ્યારે પણ શનાયા આ દિવસોમાં બહાર જાય છે, ત્યારે તેના માતાપિતા ખાતરી કરે છે કે પાપારાઝી ત્યાં રહે અને તેમની તસવીરો ક્લિક થાય.
શનાયાની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
શનાયા 21 વર્ષની છે અને છેલ્લા ઘણા સમયથી તે ચર્ચામાં છે.
શનાયા નો જન્મ 9 નવેમ્બર 1999 માં મુંબઇમાં થયો હતો. તેનો એક નાનો ભાઈ જહાન કપૂર પણ છે.
શનાયાના કઝીન વિશે વાત કરીએ તો તેમાં સોનમ કપૂર, અર્જુન કપૂર, રિયા કપૂર અને જાહ્નવી કપૂર જેવા મોટા નામ શામેલ છે.
Photo – Shanaya Kapoor Instagram