શનિવારે શનિદેવ ને કરો પ્રસન્ન બની રહ્યો છે વિશેષ યોગ, મકર રાશિ માં શનિ થઇ રહ્યા છે ઉદય

શનિવારે શનિદેવ ને કરો પ્રસન્ન બની રહ્યો છે વિશેષ યોગ, મકર રાશિ માં શનિ થઇ રહ્યા છે ઉદય

પંચાંગ મુજબ, 6 ફેબ્રુઆરી શનિવારે માધ કૃષ્ણની દશમી તિથિ છે. ચંદ્ર આ દિવસે વૃશ્ચિક રાશિમાં રહેશે. આ સમયે શનિદેવ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. વિધિ પૂર્વક પૂજા કરવાથી શનિ સાથે જોડાયેલી પરેશાનીઓ ઓછી થાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે. સૂર્ય શનિદેવના પિતા છે. આ સમયે શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. શનિ મકર રાશિનો સ્વામી છે. જ્યારે શનિ અશુભ હોય છે, ત્યારે તે જીવનમાં વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ આપે છે. પૈસા, આરોગ્ય, નોકરી, શિક્ષણ, કારકિર્દી અને વ્યવસાય વગેરેમાં સમસ્યાઓ ઉભી થાય છે. તેથી શનિદેવને ખુશ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પાંચ રાશિઓ પર રહેશે શનિ ની દ્રષ્ટિ

મિથુન, તુલા, ધનુ, મકર અને કુંભ રાશિ પર શનિદેવની વિશેષ દ્રષ્ટિ છે. મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા અને શનિ ધનુ, મકર અને કુંભ રાશિ ની સાઢેસાતી ચાલી રહી છે. સાથે જ જે લોકોની પાસે શનિની મહાદશા હોય છે તેઓએ પણ શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે પૂજા કરવી જોઈએ.

શનિ અસ્ત થી ઉદિત થવા જઈ રહ્યા છે

શનિ અત્યારે અસ્ત ચાલી રહ્યા છે. મકર રાશિ માં જ શનિ અસ્ત છે. પરંતુ જ્યોતિષ ગણના ના અનુસાર શનિ 9 ફેબ્રુઆરી એ ઉદિત થઇ રહ્યા છે. વિશેષ વાત એ છે કે આ દિવસે મકર રાશિ માં 6 ગ્રહો ની યુતિ બની રહી છે. આ દિવસે મકર રાશિ માં સૂર્ય, ગુરુ, શનિ, શુક્ર, બુધ અને પ્લુટો ગ્રહ રહેશે. શનિ આ દિવસે રાત ના સમય લગભગ 12 વાગ્યે 50 મિનિટ પર ઉદય થશે. શનિ ના ઉદય થવાના બધાજ 12 રાશિઓ પર પ્રભાવ પડશે.

શનિ નો ઉપાય

શનિવાર એ શનિદેવ ને શનિ મંદિર માં સરસો નું તેલ ચડાવો. આ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરો. શનિવાર ના દિવસે હનુમાનજી ની પૂજા કરવાથી પણ શનિ ની અશુભતા ઓછી થાય છે. શનિ દેવ કમજોર અને જરૂરમંદ વ્યક્તિઓની મદદ કરવાથી પણ પ્રસન્ન થાય છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *