શનિદેવ આજે થઇ રહ્યા છે ઉદય, જાણો શું રહેશે તમારી રાશિ પર તેમનો પ્રભાવ

શનિદેવ આજે થઇ રહ્યા છે ઉદય, જાણો શું રહેશે તમારી રાશિ પર તેમનો પ્રભાવ

ન્યાયના દેવતા કહેવાતા શનિદેવનો આજે એક મહિના પછી ઉદય થવાનો છે. આજે, 09 ફેબ્રુઆરી 2021 એ મંગળવારે રાત્રે 12.50 વાગ્યે શનિદેવનો ઉદય થશે. શનિદેવના ઉદયથી માનવીય જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને અસર થશે. આજે આપણે જાણીએ છીએ કે 12 રાશિમાંથી કોના માટે, શનિદેવનો ઉદય તેમના જીવનમાં શુભ અને સકારાત્મક પરિવર્તન લાવશે. ક્યાં રાશિના જાતકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

મેષ: શનિદેવનો ઉદય મેષ રાશિના લોકોને તેમના કાર્યમાં સફળતા મળશે. અટકેલા કામ થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.

વૃષભ: શનિનો ઉદય ભાગ્યનાં દ્વાર ખોલશે. ભાગ્ય તમારો સાથ આપશે, સંકટોનો નાશ થશે. આત્મવિશ્વાસ પણ વધશે.

મિથુન: તમારી રાશિ પર શનિ ની ઢૈયા નો પ્રભાવ રહેશે. શારીરિક અને માનસિક વેદનાથી શાંતિ માટે શનિદેવની પૂજા કરવી શ્રેષ્ઠ છે. ખર્ચ પર નિયંત્રણ રાખો.

કર્ક: શનિદેવ તમારા માટે જીવનમાં નવી તકો લાવશે. જ્ઞાન, વિવેક અને બુદ્ધિ માં વૃદ્ધિ થશે. માન, પ્રતિષ્ઠા પણ વધશે.

સિંહ: પરિસ્થિતિ તમારા માટે થોડી મુશ્કેલ રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ધંધામાં લાભ થશે. ધન લાભ નો યોગ બની રહ્યો છે.

કન્યા: શનિદેવના ઉદય સાથે તમને જુના રોગોથી મુક્તિ મળશે. આવકમાં વધારો થશે, સંબંધોમાં સુધાર થશે અને કાર્યમાં પ્રગતિ થશે.

તુલા: આ રાશિના જાતકોને શત્રુ પરેશાન કરી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વાદવિવાદ ટાળો. કામમાં મન લગાવો, તમને સફળતા મળશે.

વૃશ્ચિક: શનિદેવ તમને દેવાથી મુક્ત કરશે. ધંધામાં લાભ થઈ શકે છે. ધન લાભનો યોગ છે. જીવનસાથીની પ્રગતિ થઇ શકે છે.

ધનુ: તમારા પર શનિની સાઢેસાતીનો પ્રભાવ રહેશે. વધારે ખર્ચ અને માનસિક તાણથી બચો. નોકરી બદલાવાની સંભાવના છે. જુના પૈસા મળી શકે છે.

મકર: શનિના ઉદયથી તમને લાભ થશે. આત્મવિશ્વાસ વધશે, સફળતા મળશે. તમે જીવનના ઘણા ક્ષેત્રોમાં તમને નવા અવસર મળી શકે છે.

કુંભ: શનિનો ઉદય તમારા માટે આનંદદાયક રહેશે. કાર્યમાં પ્રગતિ, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. પારિવારિક સમસ્યાઓ દૂર થશે.

મીન: શનિદેવના ઉદય સાથે તમારા કાર્યને ઓળખાણ મળશે. ધન લાભ ના યોગ છે. જીવનસાથી નો સહયોગ મળશે.

ડિસ્ક્લેમર : ‘આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણનાની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને ફક્ત માહિતી તરીકે ધ્યાનમાં લેવી જોઈએ. આ સિવાય, આના કોઈપણ ઉપયોગની જવાબદારી પણ વપરાશકર્તા પર જ રહેશે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *