અફઘાનિસ્તાનની સામે ત્રણ વનડે મેચની સિરીજ રમશે ટિમ ઇંડિયા, જાણો ક્યારે થશે આયોજન

આવતા વર્ષે અફઘાનિસ્તાનની ટીમ ભારતની મુલાકાતે આવશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટૂંકી શ્રેણી રમાશે. માનવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે માર્ચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ સોમવારે જાહેરાત કરી હતી કે અફઘાન ટીમ માર્ચમાં ભારતનો પ્રવાસ કરશે અને મર્યાદિત ઓવરોની શ્રેણી રમશે.
ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) હેઠળ, અફઘાનિસ્તાન 2022-23માં 11 વન-ડે, ચાર T20 આંતરરાષ્ટ્રીય અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. ભારત સામેની શ્રેણી સિવાય અફઘાનિસ્તાન 2022માં નેધરલેન્ડ, ઝિમ્બાબ્વે, ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ સામે પણ શ્રેણી રમશે. T20 વર્લ્ડ કપ 2021માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લી મેચ રમાઈ હતી, જે ભારતે 66 રને જીતી હતી.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન સત્તા પર છે અને તાલિબાને હજુ સુધી અફઘાનિસ્તાન મહિલા ટીમને ક્રિકેટ રમવાની મંજૂરી આપી નથી. આવી સ્થિતિમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અફઘાનિસ્તાન પાસેથી સંપૂર્ણ ક્રિકેટિંગ રાષ્ટ્રનો દરજ્જો છીનવી શકે છે. આ સિવાય એ પણ જાણવા જેવું છે કે તાલિબાન શાસન બાદ અફઘાનિસ્તાને કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ અફઘાનિસ્તાન ટીમને તેમના દેશમાં આમંત્રિત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, કારણ કે અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટની મંજૂરી નથી.
ભારતની વાત કરીએ તો વિરાટ કોહલીની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં રમવાનું છે. આ પછી ટીમને રોહિત શર્માની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ ભારતીય ટીમ સ્વદેશ આવશે અને IPL 2022 પહેલા અનેક દ્વિપક્ષીય શ્રેણીમાં ભાગ લેશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ ભારત પ્રવાસે જવાની છે.