ટીવીની ‘ગોપી વહુ’ એ પતિ સંગ શેયર કરી રોમેન્ટિક તસવીરો, લોકો કપલને કરી રહ્યા છે ટ્રોલ

ટીવી જગતમાં ‘ગોપી બહુ’ના નામથી ફેમસ દેવોલીના ભટ્ટાચારીએ તેના પતિ સાથેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેના માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
ટીવી જગતની ‘ગોપી બહુ’એ હાલમાં જ તેના પતિ શાહનવાઝ શેખ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે.
દેવોલિના અને શાહનવાઝ આ તસવીરોમાં સફેદ રંગના પોશાક પહેરેલા ટ્વીનીંગ કરતા જોવા મળે છે. અભિનેત્રી તેના પતિ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
પરંતુ ગોપી બહુના ફોટા મુકો અને તે ટ્રોલ ન થાય, તે કેવી રીતે બની શકે?
દેવોલિના અને તેના બોયફ્રેન્ડ શાહનવાઝ શેખના લગ્ન 14 ડિસેમ્બર 2022ના રોજ થયા હતા. બંનેએ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્ન બાદથી દેવોલીનાને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.
શાહનવાઝ સાથે લગ્ન કરતા પહેલા દેવોલીનાએ તેને 3 વર્ષ ડેટ કરી હતી. શાહનવાઝ ફિટનેસ ટ્રેનર છે, તે સેલિબ્રિટીઝને એક્સરસાઇઝ પણ કરાવે છે.