વર્ષ 1951 માં પહેલી ‘એશિયન ગેમ્સ’ દિલ્લી માં રમાડવામાં આવી હતી, જુઓ તેમની આ 15 યાદગાર તસવીરો

1951 દિલ્હીમાં પહેલી ‘એશિયન ગેમ્સ’ રમવામાં આવી હતી. આ સ્પર્ધા 4 માર્ચથી 11 માર્ચ દરમિયાન યોજવામાં આવી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરાયું હતું. આ દરમિયાન, ‘ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ’ માં મોટાભાગની મેચ રમવામાં આવી હતી. ‘એશિયન ગેમ્સ 1951’ ભારતીય રમતગમતના ઇતિહાસની પ્રથમ અને સૌથી મોટું આયોજન હતું. આ પ્રતિયોગિતાનું સૂત્ર ‘ખેલ કો ખેલ ભાવના કે સાથે ખેલે’ હતું.
આ સ્પર્ધામાં ભારત, અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બર્મા, ઇન્ડોનેશિયા, ઈરાન, જાપાન, ફિલિપાઇન્સ, સિંગાપોર અને થાઇલેન્ડ 11 દેશોએ ભાગ લીધો હતો. સ્પર્ધાની 8 રમતોની 57 ઇવેન્ટ્સ માટે કુલ 489 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન જાપાન મહત્તમ 60 ચંદ્રકો સાથે ટોચ પર હતું. ભારત 51 મેડલ સાથે બીજા નંબરે, જ્યારે ઈરાન 16 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું.
એશિયન ગેમ્સ ફેડરેશનની ઓપચારિક સ્થાપના 13 ફેબ્રુઆરી 1949 ના રોજ દિલ્હીમાં થઈ હતી. આ દરમિયાન, સર્વસંમતિથી ‘એશિયન ગેમ્સ’ ના પ્રથમ યજમાન શહેર તરીકે દિલ્હીની પસંદગી કરવામાં આવી. ‘એશિયન ગેમ્સ’ અગાઉ 1950 માં રમવાની હતી, પરંતુ તૈયારીઓના અભાવને કારણે 1951 માં યોજવી પડી હતી. 31 વર્ષ પછી, 1982 માં, ભારતમાં બીજી વખત ‘એશિયન ગેમ્સ’ નું આયોજન કરવામાં આવ્યું. ‘એશિયન ગેમ્સ’ ને ‘એશિયાડ’ પણ કહેવામાં આવે છે.
આ 15 ચિત્રો દ્વારા જુઓ કે કેવી રીતે ‘એશિયન ગેમ્સ 1951’ હતી
1. ‘એશિયન ગેમ્સ 1951’ નો સત્તાવાર ધ્વજ કંઈક આવો હતો
2. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ તમામ ખેલાડીઓનું સ્વાગત કરતા
3. મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે ‘ફ્લેગ માર્ચ’ તમામ દેશોના ખેલાડીઓ નીકળતા
4. ‘એશિયન ગેમ્સ 1951’ માં દેશનો પહેલો ગોલ્ડ મેડલ અપાવનાર ‘સચિન નાગ’
5. સ્વિમિંગ માં ગોલ્ડ મેડલ જીતનાર વ્યક્તિ સચિન નાગ ને શુભકામના આપતા જવાહર લાલ નહેરુ
6. ભારતીય એથ્લેટ લાવી પિન્ટો ‘ગોલ્ડ મેડલ’ જીતીને એશિયામાં સૌથી ઝડપી રનર બન્યા હતા
7. સ્વતંત્ર ભારતની પ્રથમ બાસ્કેટબોલ ટીમ
8. મેડલ પોડિયમ પર ઉભા ભારત અને જાપન ના Cyclist
9. ભારત અને જાપાનની સાયકલિંગ ટીમના ખેલાડીઓ
10. મેજર ધ્યાનચંદ સ્ટેડિયમનો અદભૂત નજારો
11. બાસ્કેટબોલ મેચ દરમિયાન ભારતીય ટીમ
12. જાપાનના ખેલાડીઓ ફ્લેગ માર્ચ નીકળતા
13. ઇરાનના મહેમૂદ નમજુએ 56 કિલો ભાર વર્ગમાં ‘ગોલ્ડ મેડલ’ જીત્યો હતો
14. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ Closing Ceremony ના અવસર પર રિબન કાપતા
15. રાષ્ટ્રગાન ના દરમિયાન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સેલ્યુટ કરતા