બૉલીવુડના આ સ્ટાર્સ રહે છે માંસાહાર થી દૂર, આલિયાથી લઈને કંગના સુધીનું નામ શામેલ

બૉલીવુડના આ સ્ટાર્સ રહે છે માંસાહાર થી દૂર, આલિયાથી લઈને કંગના સુધીનું નામ શામેલ

માંસાહાર ની તરફ ભાગતા લોકોની દોડ માં થોડાક બૉલીવુડ સેલેબ્સ આજે પણ શાકાહાર ને ફોલો કરે છે. વળી, કેટલાક સીતારા એવા પણ છે કે જેઓ માંસાહારી થયા પછી શાકાહારી બની ગયા છે. આજે અમે તમને આવા સીતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે શાકાહારી છે, અને માંસાહારી ભોજનનું જરાય સેવન કરતા નથી.

અમિતાભ બચ્ચન

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ નોન-વેજ ખાતા નથી. બિગ બી વર્ષોથી વેજ ખાઈ રહ્યા છે. બિગ બી ઇડલી-સંભારને પસંદ કરે છે. આ સિવાય તેમને મગની દાળ, પાલક પનીર અને ભીંડાનું શાક ખાવાનું પસંદ છે. દરરોજ, તેઓ ફિટ થવા માટે વિવિધ પ્રકારની શાકાહારી વસ્તુઓ પણ ખાય છે.

વિદ્યા બાલન

બોલિવૂડની જાણીતી અભિનેત્રી વિદ્યા બાલન પણ શાકાહારી છે. વિદ્યા પણ નોન-વેજ ખાતી નથી. વિદ્યાને ફક્ત શાકાહારી ખોરાક જ પસંદ છે. આને કારણે તે ‘પેટા’ની હોટ વેજિટેરિયન સેલિબ્રિટીઝ ની યાદીમાં પણ શામેલ છે. વિદ્યા વર્ષોથી વેજ ભોજન લઇ રહી છે. તે નોન-વેજ ખાતી નથી.

કંગના રનૌત

ક્વીન કંગના રનૌત પણ વેજ ભોજન લે છે. કંગના નોન-વેજ ફૂડ નું સેવન કરતી નથી. કંગના ભગવાનમાં ખુબજ વિશ્વાસ રાખે છે. તે ખૂબ પૂજા પાઠ કરે છે. તેથી તે નોન-વેજ ખાતી નથી.

આલિયા ભટ્ટ

આ સમયે, બોલિવૂડમાં દરેકની પ્રિય બનેલી આલિયા ભટ્ટ પણ શાકાહારી છે. આલિયા પણ નોન-વેજ ખાતી નથી. આલિયા નોન-વેજ ખૂબ જ ઉત્સુકતાથી ખાતી હતી. પરંતુ બાદમાં તેણે માંસાહારી ખોરાક છોડી દીધો. હવે તે ફક્ત શાકાહારી ખોરાક જ ખાય છે.

અનુષ્કા શર્મા

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા શાકાહારી છે. તાજેતરમાં જ અનુષ્કાને પેટા તરફથી પર્સન ઓફ ધ યરનો ખિતાબ પણ મળ્યો હતો. કારણ કે તે સંપૂર્ણ શુદ્ધ શાકાહારી ખોરાક ખાય છે. અનુષ્કા માને છે કે નોનવેઝ છોડ્યા બાદથી તેને પોતામાં એક તફાવત લાગ્યો છે. અનુષ્કાએ પોતે કહ્યું હતું કે, શાકાહારી બન્યા પછી તે ખૂબ સ્વસ્થ અને સારું ફીલ કરે છે.

કાર્તિક આર્યન

ખૂબ જ નાની ઉંમરે સફળતાની ઊંચાઈએ પહોંચેલા કાર્તિક આર્યન પણ શાકાહારી છે. કાર્તિક કોઈ પણ માંસાહારી ખોરાક ખાતા નથી. કાર્તિકને બે વર્ષ પહેલા પેટા તરફથી પર્સન ઓફ ધ યરનો ખિતાબ પણ મળ્યો હતો. કાર્તિક કહે છે કે તેણે એક વીડિયો જોયો હતો જેમાં એક પ્રાણીને કાપવામાં આવ્યું હતું. આ પછી, તે નોનવેઝને છોડીને શાકાહારી બન્યો.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *