બોલીવુડમાં આ સ્ટાર્સના લગ્નની ફેક તસવીરો થઇ હતી વાયરલ, લિસ્ટમાં સલમાન ખાનનું નામ પણ શામેલ

બોલીવુડમાં આ સ્ટાર્સના લગ્નની ફેક તસવીરો થઇ હતી વાયરલ, લિસ્ટમાં સલમાન ખાનનું નામ પણ શામેલ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદન્નાનો એક થ્રોબેક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે બંનેએ લગ્ન કરી લીધા છે. વિજય દેવરકોંડાએ સફેદ રંગની શેરવાની પહેરી છે જ્યારે રશ્મિકા મંદન્નાએ ક્રીમ રંગનો લહેંગા પહેર્યો છે. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ સેલિબ્રિટીના ફેક વેડિંગ ફોટો સામે આવ્યા હોય. આ પહેલા પણ તમામ સ્ટાર્સની આવી તસવીરો સામે આવી ચુકી છે. આવો જાણીએ સોશિયલ મીડિયા પર કયા સ્ટાર્સના નકલી લગ્નની તસવીરો વાયરલ થઈ છે.

વિજય દેવરાકોંડા-રશ્મિકા મંદન્ના

વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નનો એક નકલી ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ તસવીર જોઈને લાગે છે કે બંને પરિણીત છે. જો કે, આવું કઈ નથી. જણાવી દઈએ કે વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્ના એકબીજાને ડેટ કરી રહ્યા છે.

સલમાન ખાન-સોનાક્ષી સિંહા

સલમાન ખાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો સૌથી લાયક બેચલર સ્ટાર છે. સોનાક્ષી સિંહા સાથે સલમાન ખાનના લગ્નની નકલી તસવીર સામે આવી છે. સલમાન ખાન અને સોનાક્ષી સિંહાની આ તસવીરમાં તમે જોઈ શકો છો કે સલમાન ખાન દુલ્હનની જોડીમાં ઉભેલી સોનાક્ષી સિન્હાને વીંટી પહેરાવતો જોવા મળી રહ્યો છે.

આમિર ખાન-ફાતિમા સના શેખ

આમિર ખાન અને તેની કો-સ્ટાર ફાતિમા સના શેખની એક તસવીર વાયરલ થઈ હતી. આ તસવીર વિશે દાવો કરવામાં આવ્યો હતો કે બંનેએ લગ્ન કરી લીધા છે. જોકે, આ ફોટો ફેક હતો. વાસ્તવમાં, કોઈએ આમિર ખાન સાથે ઉભેલી કિરણ રાવના ચહેરા પર ફાતિમા સના શેખનો ચહેરો લગાવ્યો હતો અને તેના કપાળ પર સિંદૂર લગાવ્યું હતું.

સલમાન ખાન-કેટરિના કૈફ

સલમાન ખાન અને કેટરિના કૈફ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. સલમાન ખાન અને કેટરિના કૈફના લગ્નનો વીડિયો વાયરલ થયો હતો. જો કે, તે વાસ્તવિક લગ્ન નહીં પરંતુ તેની ફિલ્મ ‘ભારત’નું એક દ્રશ્ય હતું.

કરણ કુન્દ્રા-તેજસ્વી પ્રકાશ

ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ઘણીવાર સાથે જોવા મળે છે. કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના લગ્નનો નકલી ફોટો વાયરલ થયો હતો. આ તસવીરમાં બંને લગ્ન મંડપમાં બેઠેલા જોવા મળે છે.

પવનદીપ રાજન-અરુણિતા કાંજીલાલ

‘ઈન્ડિયન આઈડલ 12’ના વિજેતા પવનદીપ રાજન અને રનર અપ અરુણિતા કાંજીલાલના અફેરના સમાચાર આવતા રહે છે. પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલના લગ્નની નકલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

Ketan Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *