આ કારણો થી લાઈમલાઈટ થી દૂર રહે છે ટીના અંબાણી અને અનિલ અંબાણી ના બાળકો, સાંભળે છે કરોડોનો બિઝનેસ

અંબાણી પરિવાર દરેક કાર્યક્રમો અને તહેવારોમાં મુખત્વે આગળ હોય છે. મુકેશ અંબાણીના ત્રણેય બાળકો ઇશા, આકાશ અને અનંત વિશે દરેક જાણે છે પણ અનિલ અંબાણીના બાળકો વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. અનિલ અને ટીનાનાં બાળકો જલ્દી મીડિયાની સામે આવતાં નથી, કદાચ આ કારણે સામાન્ય લોકો તેમના વિશે જાણતા નથી. તો ચાલો બતાવીએ ટીના અને અનિલ અંબાણીના બાળકોની તસવીરો.
અનિલ અંબાણીએ વર્ષ 1991 માં ટીના મુનિમ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ ટીનાએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી, જોકે તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ સાથે ફોટો શેર કરે છે. શેર કરેલી તસવીરોમાં ટીના તેના પતિ અને બાળકો સાથે પણ જોવા મળે છે.
અનિલ અંબાણી અને ટીના અંબાણીને બે પુત્ર, જય અનમોલ અને જય અંશુલ છે. બંને લાઈમલાઈટથી દૂર રહે છે. 29 વર્ષીય અનમોલ સ્કૂલનું શિક્ષણ મુંબઈની જોન કેનન સ્કૂલથી કર્યું હતું. તેણે યુકેની વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટમાં આગળ અભ્યાસ કર્યો. અનમોલ 2014 માં રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડથી કારકિર્દીની શરૂઆત કરી હતી. 2016 માં, તે રિલાયન્સ કેપિટલ બોર્ડમાં જોડાયા. 2019 માં, જય અનમોલ અને જય અંશુલને રિલાયન્સ ઇન્ફ્રાના ડિરેક્ટર નિમવામાં આવ્યા હતા.
ટીના અંબાણી અને અનિલ અંબાણીના બંને દીકરા કેમેરા સામે આરામદાયક નથી. તે શરમાળ છે, તેથી મીડિયાના સંપર્કમાં આવવાનું ટાળે છે. અનમોલ તેમના પિતા સાથે દાદા ધીરુભાઇ અંબાણીને તેમનો રોલ મોડેલ માને છે.
અનમોલ તેના કઝિન આકાશ, ઈશા અને અનંતની પણ ખૂબ નજીક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનમોલ લક્ઝરી જીવન જીવવાનો શોખીન છે અને તેની પાસે ઘણી વૈભવી કાર છે જેની કિંમત કરોડોમાં છે.
અનિલ અંબાણી અને ટીના અંબાણીની લવ સ્ટોરી વિશે વાત કરતા અનિલને ટીનાને મનાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. ટીના તેના સમયમાં સુપરસ્ટાર રહી ચુકી છે. તેમની મુખ્ય ફિલ્મો લૂટમાર, મનપસંદ, સૌતન, કર્જ, બાતોં બાતોં મેં, ઈજાજત, બડે દિલવાલા અને રોકી છે.