31 માર્ચ રાશિફળ : શુક્ર કરી રહ્યો છે કુંભ રાશિમાં પ્રવેશ, આ રાશિને મળશે ભાગ્યનો સાથ

મેષ રાશિ આજનો દિવસ મધ્યવર્તી રહેશે. કાર્ય માટે દિવસ સારો રહેશે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ નબળો છે. શરીરને લગતી સમસ્યાઓ પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. ભોજન સમયસર લો. નિયમોનું પાલન કરો. કોઈ નાણાકીય યોજના પર ચર્ચા થશે. સમજદારીપૂર્વક મૂડીનું રોકાણ કરો. પરિવારમાં સમસ્યાઓ આવી શકે છે. આજે તમે પ્રેમીઓ સાથે સમય વિતાવશો.
વૃષભ રાશિ આજે તમે પ્રસન્ન રહેશો. આજે તમારું મન રચનાત્મક કાર્યમાં ખૂબ જ વ્યસ્ત રહેશે. પ્રસિદ્ધિ વધી શકે છે. ધન મેળવવાની તકો પ્રાપ્ત થશે. કાર્યસ્થળે તમારું પ્રદર્શન સારું રહેશે. પરિવારમાં ખુશીઓ જળવાઈ રહેશે. પ્રેમી પાસેથી સરપ્રાઈઝ મળી શકે છે.
મિથુન રાશિ આજે દિવસની શરૂઆતમાં મુશ્કેલી આવી શકે છે પરંતુ દિવસ જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ સારું રહેશે. આર્થિક બાજુ ઠીક રહેશે પરંતુ આજે તમે લાગણીશીલ રહેશો. પરિવારમાં મનમોટાવ વધી શકે છે. પ્રેમમાં નિરાશા રહેશે.
કર્ક રાશિ આ દિવસે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. આજે તમને દરેકનો સહયોગ મળશે. તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. તમને પૈસા મળશે. અચાનક પ્રવાસ પર જવાનો કાર્યક્રમ બની શકે છે. પરિવારમાં ખુશીઓ રહેશે. તમે તમારા જીવન સાથી સાથે ફરવા જઈ શકો છો.
સિંહ રાશિ આજે તમે પ્રસન્ન રહેશો. આજે તમારા અટકેલા કામ પૂરા કરવાનો પ્રયાસ કરશો. તમને કોઈ મોટો લાભ મળી શકે છે. આજનો દિવસ બગડેલા કામ સુધારવાનો પ્રયાસ કરી શકો છો. ઘરના ખર્ચમાં રોક લગાવવાની જરૂર છે. પરિવાર માં સુખ શાંતિ બનેલી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
કન્યા રાશિ આજે જૂની સમસ્યાઓથી છુટકારો મેળવવાનો મોકો મળશે. કાર્યક્ષેત્રમાં મોટો બદલાવ આવી શકે છે, કોઈ સારો પ્રસ્તાવ આવી શકે છે. વાણી પર સંયમ રાખો નહીંતર તૈયાર કરેલ કામ બગડી શકે છે. પરિવારમાં મતભેદો ઉભો થઈ શકે છે. પરિવાર સાથે નારાજ થઇ શકો છો. ધીરજ રાખો.
તુલા રાશિ આજે આર્થિક ક્ષેત્રે પ્રગતિના યોગ છે. તમે કોઈ મોટી યોજનામાં મૂડી રોકાણ કરી શકો છો. આજે તમે ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બિનજરૂરી વાદ-વિવાદનો ભાગ બની શકો છો. શાંતિથી કામ કરો. પરિવારનો સહયોગ મળશે. જીવન સાથી સાથે ફરવાનો પ્રોગ્રામ બની શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસથી વિચલિત થઈ શકે.
વૃષિક રાશિ આજે ભાગ્ય તમારો સાથ આપશે. આજે તમારી મહેનત રંગ આપશે. લાંબા સમયથી અટવાયેલા કામને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમને કોઈની સલાહથી આર્થિક લાભ થશે. પરિવારમાં કોઈ સુખદ ઘટના બની શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે સારો દિવસ છે.
ધનુ રાશિ આજનો દિવસ સમસ્યાઓનો સામનો કરવામાં વ્યસ્ત રહેશો. કાર્યનો બોજ અનુભવાશે. ઓફિસમાં સમજદારીથી કામ કરો, જેનાથી તણાવ દૂર થાય છે. આર્થિક નુકસાન થઈ શકે છે. બિનજરૂરી દલીલબાજીથી બચવાનો પ્રયાસ કરો. ભૌતિક સુખ-સુવિધાઓ પર ખર્ચ કરી શકો છો. પરિવારમાં શાંતિ રહેશે. પતિ-પત્નીમાં પ્રેમ રહેશે.
મકર રાશિ આજે તમે બેચેન રહી શકો છો. આ દિવસે તમારી વાણી પર સંયમ રાખો નહીંતર તમારી વાતથી કોઈને દુઃખ થઈ શકે છે. તમારા અસ્થિર સ્વભાવને કારણે ઓફિસમાં સહકર્મીઓ ગુસ્સે થઈ શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. પરિવારને સમય આપી શકશો નહિ. પતિ-પત્ની વચ્ચે તણાવ થઈ શકે છે. આજે તમારા વિશે વિચાર કરવાનો પ્રયાસ કરો.
કુંભ રાશિ આજનો દિવસ સારો રહેશે.આજે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. આજે તમે તમારામાં થોડો ફેરફાર કરી શકો છો. આર્થિક સમસ્યાઓ હલ કરવામાં સફળ રહેશો. પારિવારિક બાબતોનો ઉકેલ આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ માટે દિવસ ઠીક છે.
મીન રાશિ આજે કેટલાક ખાસ કામ પૂરા થવાની સંભાવના છે. આજનો દિવસ તમારા કાર્ય ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. ધનના આગમનનો યોગ બની રહ્યો છે, કોઈ પણ પ્રકારના વાદ વિવાદ થી દૂર રહો. વિદ્યાર્થીને લક્ષ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. કરિયર, વેપાર માટે દિવસ સફળતા દાયક રહેશે. પરિવારનો સહયોગ મળશે. પ્રેમ માં મધુરતા રહેશે.