ટીવીની આ હસીનાઓ એ શરીર પર કરાવ્યા અનોખા ટેટ્ટુ, ટીવી સિરિયલથી વધુ પોતાના ટેટ્ટુ ને લઈને રહી ચર્ચામાં

ટીવી શો બાલિકા વધુથી ઘરે ઘરે પોતાની ઓળખ બનાવનારી આનંદી એટલે કે અવિકા ગૌર ટેટૂઝને લઈને ખૂબ શોખ રાખે છે, અવિકાએ ઘણા ટેટૂ બનાવાયા છે. અવિકાએ તેના ગળા પર તેના કૂતરાનું નામ લખાવ્યું છે, તે ઉપરાંત તેણી તેના કાંડા, કોલર બોન પર, પગ પર અને આંગળી પર ટેટૂ બનાવેલ છે.
દેવોલિના ભટ્ટાચારજીએ સિરિયલ સાથ નિભાના સાથિયાથી ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. જે પછી તે ગોપી બહુ તરીકે જાણીતી બની. દેવોલિનાએ કમર અને ગળા પર ટેટૂ કરાવ્યું છે.
દરેક વ્યક્તિ ટીવી એક્ટ્રેસ જેનિફરની સુંદરતા માટે દિવાના છે. તે જ સમયે, જેનિફરને ટેટૂ નો ઘણો શોખ છે. જેનિફરે તેના ખભા પર લાયન કિંગ ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ હકુના માટાટા લખાવ્યો છે, હકુના માટાટા એટલે ‘કોઈ ચિંતા નહિ’.
ઉત્તરણની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિ ખૂબ જ સુંદર અભિનેત્રી છે. રશ્મિએ તેના ડાબા પગ પર કમળનું ફૂલનું ટેટૂ કરાવ્યું છે.
નાના પડદાના રાઉડી પોલીસ ઇન્સ્પેક્ટર કવિતા કૌશિક તેના ટેટૂઝને લઈને ચર્ચામાં હતી. કવિતા કૌશિક તાજેતરમાં જ બિગ બોસ સીઝન 14 માં જોવા મળી હતી અને કવિતા પણ શોમાં પોતાના ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેણે પીઠ પર શિવજીનું ટેટુ બનાવેલું છે.