બેન્કની નોકરી છોડી એક્ટિંગ માં લીધી એન્ટ્રી, જાણો કેવી છે તારક મેહતા ના ‘બાઘા’ ની લાઇફસ્ટાઇલ

બેન્કની નોકરી છોડી એક્ટિંગ માં લીધી એન્ટ્રી, જાણો કેવી છે તારક મેહતા ના ‘બાઘા’ ની લાઇફસ્ટાઇલ

ટીવીનો સૌથી લોકપ્રિય શો છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પણ છે. આ સિરિયલના તમામ કલાકારોએ તેમની શાનદાર અભિનયને કારણે દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. આ પાત્રોમાંથી એક પાત્ર બાઘા છે જે જેઠાલાલની દુકાન ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ નું સંચાલન કરે છે.

આ સિરિયલમાં તન્મય વેકરીયા બાઘાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે શરૂઆતમાં શોમાં બાઘાની એન્ટ્રી બીજા પાત્રની હતી, પરંતુ બાદમાં તેને બાઘાની ભૂમિકા આપવામાં આવી હતી. આજે તે પોતાના ઉભા થવાથી લઈને ચાલવા સુધી ના અંદાજ ને લઈને ઘરે ઘરે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી વિશેષ વાતો.

બીજી ભૂમિકા માટે એન્ટ્રી કરવામાં આવી હતી: ક્યારેક પોતાના ચાલવાના ઢંગ તો ક્યારેક સમય પોતાના મજાકિયા હરકતો થી દર્શકો ને હસાવનાર તન્મય ગુજરાત થી તાલ્લુક રાખે છે. શરૂઆતમાં, આ સિરીયલમાં તન્મયને નાના પાત્રની ભૂમિકા મળી હતી. જોકે, આજે લોકો તેને ઘરે ઘરે બાઘા તરીકે ઓળખે છે.

બેંકમાં કામ કરતા હતા: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તારક મહેતા… સિરિયલ માં આવતા પહેલા તન્મય કોટક મહિન્દ્રા બેન્ક માં માર્કેટિંગ એકઝીકયુટીવ ના રૂપ પર કામ કરતા હતા. પરંતુ ત્યાં તેમની સેલેરી ફક્ત 4 હજાર રૂપિયા હતી. આટલી ઓછી સેલેરી ના કારણ થી તેમને એક્ટિંગ તરફ ધ્યાન કર્યું. પરંતુ હવે તેમને તારક મેહતા ના માટે પ્રતિ એપિસોડ ના 22 થી 24 હાજર ની વચ્ચે ફીસ મળે છે.

અભિનય સાથે રહ્યું છે ખાસ જોડાણ: તન્મયનો અભિનય સાથે જૂનો સંબંધ હતો. તન્મયના પિતા અરવિંદ વેકરીયા જાણીતા ગુજરાતી અભિનેતા હતા. તે થિયેટરમાં પણ સક્રિય રહ્યા છે. તારક મહેતામાં પણ તેણે ઘણી નાની ભૂમિકાઓ ભજવી છે. તન્મય પોતાને તેમના દ્વારા પ્રેરિત તરીકે વર્ણવે છે. તેથી તે હંમેશાં અભિનયમાં રસ લેતા હતા. તન્મયે અગાઉ ગુજરાતી કોમેડી નાટક ઘર ઘર ની વાતામાં કામ કર્યું હતું. આ સિવાય તેણે ‘ઢૂંઢતે રહ જાઓગે’ માં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે તન્મય આ સમયે ફક્ત આ શો સાથે સંકળાયેલ છે.

તન્મય ના લગ્ન: સિરિયલમાં સિંગલ બાઘા વાસ્તવિક જીવનમાં બે બાળકોના પિતા છે. તન્મય તેની પત્ની સાથે ઇન્સ્ટાગ્રામ પર દર થોડા દિવસો પર ફોટા અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. જ્યારે પણ શૂટિંગ પછી જ્યારે પણ સમય મળે ત્યારે તે તેના પરિવાર સાથે ક્વોલિટી સમય ગાળવાનું પસંદ કરે છે.

Kiyan Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *