વિરાટ અનુષ્કા એ શેયર કરી દીકરી ની પહેલી તસ્વીર, નામ રાખ્યું…

વિરાટ અનુષ્કા એ શેયર કરી દીકરી ની પહેલી તસ્વીર, નામ રાખ્યું…

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ તેની અને વિરાટ કોહલીની પુત્રીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં વિરાટ અને અનુષ્કા તેમની પુત્રીને જોતા નજરે પડે છે. તસવીર શેર કરતી વખતે અનુષ્કાએ પુત્રીનું નામ પણ જણાવ્યું છે. વિરાટ અને અનુષ્કાએ પોતાની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે. અનુષ્કાની પુત્રીના આ તસ્વીરની ચાહકો કેટલી રાહ જોઈ રહ્યા હતા, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ તસવીર પોસ્ટ કર્યાના પાંચ મિનિટમાં આ તસવીરને લાખોથી વધુ લાઇક્સ મળી છે.

અનુષ્કાનું કેપ્શન

પુત્રીની પહેલી તસવીરને યાદગાર બનાવવા માટે અનુષ્કા શર્માએ ખૂબ જ ખાસ કેપ્શન આપ્યું છે. અનુષ્કા શર્માએ લખ્યું, “અમે એક સાથે પ્રેમ અને કૃતજ્ઞતા ની સાથે રહ્યા હતા પરંતુ આ નાની, વામિકા એ તેમને ખુબજ અલગ સ્તર પર લઇ ગયા. આંસુ, હસી, ચિંતા, આનંદ- એ બધાજ એ ઈમોશન છે જેમને અમે પલ ભર માં જીવ્યા. તમારા બધાના પ્રેમ અને દુઆઓ માટે ધ્યાનવાદ.”

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરુષ્કાની વામિકા

વિરાટ-અનુષ્કાની જેમ આ કપલની પુત્રીનું નામ પણ ખૂબ ખાસ છે. વામિકાનું નામ વિરાટ અને અનુષ્કાના નામને જોડીને બનાવવામાં આવ્યું છે. આ નામમાં વિરાટનો ‘વી’ અને અનુષ્કાનો ‘કા’ નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનો અર્થ દેવી દુર્ગા છે. આ શબ્દ દેવી દુર્ગાનો એક વિશેષણ છે.

વામિકાનો જન્મ 11 જાન્યુઆરીએ થયો હતો

સામે આવેલી પહેલી તસવીર વિરાટ અને અનુષ્કાના ચહેરાની સૌથી ખાસ સ્મિત છે. બંને પોતાની દીકરીને ખૂબ ગર્વથી જોઈ રહ્યા છે. ફેન્સ કોમેન્ટ બોક્સમાં વિરાટ અનુષ્કાને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 11 જાન્યુઆરીએ પિતા બનવાની ખુશખબર આપતા વિરાટ કોહલીએ લખ્યું છે કે, અમે બંન્નેને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે આજે બપોરે અમારે એક એક પુત્રી આવી છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ ના આભારી છીએ. અનુષ્કા અને પુત્રી બંને સારા છે.”

વિરાટની પ્રાઇવેસી અલર્ટ

પુત્રીના જન્મ પછી, બંનેએ તમામ ફોટોગ્રાફરોને ફોટા ન લેવાની અપીલ કરી હતી અને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘આશા છે કે, તમે લોકો અમારી પ્રાઇવેસીનો આદર કરશો’. આવી સ્થિતિમાં, વિરાટ-અનુષ્કાની પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને, સ્પોટ કાર્ય નહિ અને જન્મ પછી, પ્રથમ અનુષ્કાએ તેની પુત્રીની પહેલી તસવીર ચાહકો સાથે શેર કરી છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં ગર્ભાવસ્થા કરી હતી ઘોષણા

વિરાટ કોહલીએ ગયા વર્ષે ઓગસ્ટમાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા અનુષ્કાની ગર્ભાવસ્થા વિશે માહિતી આપી હતી. વિરાટ અને અનુષ્કા વિશેના આ ખુલાસા પછી બંનેએ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. તેમના જીવનના આ મોટા તબક્કે ચાહકોમાં આનંદ અને ઉત્સાહ હતો. હવે ‘વિરુષ્કા’ ની પુત્રી દુનિયામાં આવી ગઈ છે, દરેક તેની પ્રથમ ઝલક મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *