વિરાટ કોહલીએ શેયર કરી તસ્વીર, લખ્યું – ઘર જેવું કઈ નથી..

વિરાટ કોહલીએ શેયર કરી તસ્વીર, લખ્યું – ઘર જેવું કઈ નથી..

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની સમાપ્તિ બાદ મુંબઇ પરત ફર્યા છે અને તે ઘરે આરામ કરી રહ્યા છે. વિરાટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

આ તસવીરમાં વિરાટ તેના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં ખુરશી પર બેઠા જોવા મળે છે અને તેની સામે સમુદ્ર દેખાઈ રહ્યો છે. આ તસવીર સાથે તેણે લખ્યું કે ઘર જેવું કંઈ નથી. આ તસવીર જોતા ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ ફોટો અનુષ્કા શર્માએ લીધો હશે.

થોડો આરામ કર્યા પછી વિરાટ ચેન્નાઈમાં આરસીબીમાં સાથે જોડાશે. જ્યાં આઈપીએલની શરૂઆતની મેચમાં આરસીબી 9 એપ્રિલે મુંબઇ ઇન્ડિયન્સનો સામનો કરશે. જો કે, ચેન્નાઈ પહોંચ્યા બાદ, તેને બીસીસીઆઈના નિયમો અનુસાર કોરોના પ્રોટોકોલ હેઠળ સાત દિવસ હોટલના રૂમમાં ક્વોરેંટાઇન્ડ કરવો પડશે.

તમને કહી દઈએ કોહલી આ વર્ષે જાન્યુઆરીના અંત ભાગથી બાયો-બબલમાં હતા. છેલ્લા બે મહિનામાં તેણે ઈંગ્લેન્ડ સામે 4 ટેસ્ટ, પાંચ ટી -20 અને ત્રણ વનડે મેચમાં ભાગ લીધો હતો. રવિવારે ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની સમાપ્તિ બાદ કોહલીએ ટીમનો બાયો-બબલ છોડી દીધો હતો. કોહલી હવે આઈપીએલમાં આરસીબીના કેપ્ટન રહેશે.

કહી દઈએ કે વિરાટ કોહલીએ અગાઉ કહ્યું હતું કે ક્રિકેટરો માટે સતત બાયો બબલમાં રહેવું માનસિકરૂપે મુશ્કેલ છે. કોરોના રોગચાળાના ભયથી બચવા માટે, ખેલાડીઓએ બાયો બબલમાં રહેવું પડશે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *