કરણ પટેલ એ પહેલીવાર દેખાડ્યો દીકરી મહેરનો ચહેરો, તસ્વીર માં દેખાયો પિતા-પુત્રીનો ગજબનો બોન્ડિંગ

પ્રખ્યાત ટેલિવિઝન અભિનેતા કરણ પટેલને તેમના ઓન-સ્ક્રીન નામ રમન ભલ્લાથી પણ ઓળખાય છે. કરણ પટેલે ‘યે હૈ મોહબ્બતેં’ સિરિયલમાં રમણ ભલ્લાની ભૂમિકા નિભાવી હતી. કરણ પટેલ અવારનવાર હેડલાઇન્સનો ભાગ બની રહે છે. પરંતુ કરણ પોતાની પર્સનલ લાઈફને અંગત રાખવાનું પસંદ કરે છે. જેના કારણે પિતા બન્યા બાદ કરણે તેની પુત્રીનો ચહેરો પણ ચાહકોને બતાવ્યો ન હતો.
કરણ પટેલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આવી સ્થિતિમાં તે પુત્રીના જન્મથી જ અનેક તસવીરો શેર કરતા હતા. પરંતુ કોઈ પણ તસવીરમાં તેની પુત્રીનો ચહેરો જોવા મળ્યો ન હતો. જો કે હવે કરણે તેની પ્રિય પુત્રીનો ચહેરો બતાવ્યો છે.
કરણ પટેલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં કરણ તેની પુત્રી મેહર સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તસવીરમાં કરણની પુત્રી મેહર જમીન પર બેસીને પાપાને જોતી જોવા મળી રહી છે, અને હસી રહી છે અને ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
View this post on Instagram
તસવીર શેર કરતા કરણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મારી આંખો બંધ હોવા છતાં પણ હું ફક્ત મારી પ્રિય બાળકી જ જોઉં છું’. તસવીરમાં કરણ અને તેની પુત્રી વચ્ચેનું બંધન સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તસ્વીરમાં મહેર પણ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ચાહકોને પણ બંનેની તસવીર પસંદ આવી રહી છે.
જણાવી દઈએ કે કરણ પટેલે 2015 માં અભિનેત્રી અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 4 વર્ષ પછી પુત્રી મેહેરનો જન્મ 2019 માં થયો હતો. અંકિતા અને કરણ બંને તેમની દીકરીને ખુબ પ્રેમ કરે છે. તસવીર શેર કરતી વખતે કરણે તેની પુત્રીની ક્યુટનેસ પણ બતાવી છે.